Tuesday, March 29, 2011

રમીશું નહિ પણ લડીશું


ઘના વખત પછી થશે તમારી સામે સામનો

સવાલ નથી રહ્યો બસ આ એક રમતનો.

સમય જ કૈન્ક એવો છે કે મુકાબલો થશે માન સન્માનનો.

છો કૈન્ક વાતો થતી હોઇ બહાર દોસ્તીની

તૈયાર રહેજો

કશોટી થશે મેદાનમાં તો બસ ચુસ્તીની.


ઘનવાનો અને સિયાશતની નજર હશે

તો દિવાનાઓ તૈયરીથી સજ્જ હશે.

સવાર કેશરીયાનો રંગ લાવશે,

વાતાવરણ કૈન્ક તંગ હશે.

આ કૈં યુધ્ધ નથી, એમ છતાં ટક્કર ઘમાસાન હશે.


અહિ સુધી આવ્યા છીયે તો આગળ પણ જઈશું,

કે રમીશું નહિ પણ જીતીશું.

જીતની તૈયારી તો કરીને જ રાખી છે,

કેમ કે જીત માટે હવે

રમીશું નહિ પણ લડીશું.

No comments:

Post a Comment