Monday, September 26, 2011

એટલે, આહા!.

અમદાવાદની સાંકડી ગલીમાં 
એચ. એલ. હોસ્ટેલથી કિલોમીટર દૂર,
શિયાળાની થીજાવતી ઠંડી.

ભણે તે ભિખારી 
ને રમે તે રાજાના વિશ્વાસથી,
બાબુકાકાની આદુવાળી કડક ચાય પીવી એટલે, આહા!.

આંખો ખુલે ના ખુલે મસ્ત ઉંઘમાં,
સ્કુટીનો ઘરઘરાહટ સંભળાય કે,
તેજી આવે ૩-પેક શરીરમાં. 
મોર રંગના સલવાર કમીઝ,
પીળા દુપટ્ટાથી ઘેરાયેલો ચેહરો,
તમને જોવા જતા રોજ કોલેજમાં

અને એ માં મારા હોર્નની પીપ પીપથી તમારું પાછળ જોવું એટલે, આહા!.  

તમારા નામનો નંબર યાદ રાખવામાં,
મારી ગેરહાજરી રોજ પુરાય.
એક સીટ પાછળ બેસી કેન્ટીનમાં,
તમારી વાતો સાંભળવામાં, 
દોસ્તોમાં મોટી બબાલ થાય. 

વરસાદમાં રૈનકોટ તો ક્યાં પરવડે?
મેડમ ના પલળે બસ.  
સાચ્ચે! પુસ્તકો ત્યારે જ કામ લાગે. 
જર્નલો લખાવી લયે જુનિયરો પાસે,
ને ટ્રીટ માંગીએ મેડમ પાસે. 

રેડ રોઝના ઇટાલિયન પિઝ્ઝા અને તમારી સાથે ડેટ એટલે, આહા!.  

કૈંક વ્યસ્ત છે જીંદગી ત્યારથી,
કૈંક દૂર છે હું તમારાથી,
તમે મારાથી!

દોસ્તોની સાથે ફરી કટીંગ પીવી છે,
મેડમના ખર્ચે ફરી ફિલ્મ જોવી છે.
બે પૈડાના બાઈક પર ત્રણની સવારી,
હાથ છોડીને હંકારતા 
પણ કેવી પ્યારી હતી એ જીંદગીની જુગારી.

મારા ટેબલ પર આજે "સર" ની ટેગ છે,
સ્ટીરીઓવાડી ગાડી અને મણ જેટલી કેશ છે.
કહો એટલા લોકો સલામ ભરે છે,
ગમું છું એમને કે પછી મારાથી ડરે છે?
ચાહું તો પણ પાછો ફરી ના શકું,
હું ચાકર છું મારા વૈભવનો,
કમાઉ નહિ ત્યાં સુધી કોળિયો ભરી ના શકું.

આજે જે હાથમાં છે 
એ રેતીને સાચવું છું,
જીંદગીના આ નવા અનુભવને હજુ હું શીખું છું.
જો મળી જાય દોસ્ત કોઈ જુના,
તો કરી લવ છું પળ એ બધા તાજા.

ના પૂરો થાય એવા આ સફરમાં,
બે પળના એ સંસ્મરણો એટલે, આહા!.      

1 comment:

  1. wow Goms! really appreciate d way u explained abt our old good n rocking days!

    ReplyDelete