Monday, November 7, 2011

મારા કરમ મને તારી ઓર લઇ જાય છે.

આભમાં ચમકારો એક પણ ના થયો,
ના વડ્વૃક્ષના છાયડામાં થયો.
WALKING WITH GOD
તારું જ્ઞાન લેવા માટે કેટલા ભટકે છે?
એટલું કાફી છે મારા માટે તો કે
મને બસ તારો એહસાસ થયો.

હું તો પંખી ભાગેલો છું.
મારા જ રૂહમાં ખોવાયેલો છું.
બધા કહે છે તને પૂજું,
તને નતમસ્તક કરું.
તને સમજુ.
છતાં..!
મારા ઇનકાર ના પણ ઘણા કારણો છે.
સમજણ તારી શા કામની?
એટલું કાફી છે મારા માટે તો કે
મને બસ તારો એહસાસ થયો.

મારા મનના પ્રશ્નોની સીમા નથી.
તું જ કે,
તારા અસ્તિત્વની છાપ કેમાં નથી?
સુખા પત્તાની શી વીશાત વાયરા શામે?
એને તો પવન લઇ જાય ત્યાં ઉડી જાય છે.
દિશાહીન ભલે લાગુ હું!
મારા કરમ મને તારી ઓર લઇ જાય છે.

No comments:

Post a Comment