Sunday, May 20, 2012

આજે પણ હું એનો એ જ છું અને આજે પણ તું એની એ જ છો.

સમય  બદલાતા વાર નથી લાગતી
પણ  દિલમાં પડેલી સ્નેહની છાપ નથી જાતી.
ભલે વખત આવ્યે મન ના મતભેદો ટકરાય,
પણ મૂળ માં જો પવિત્રતા હોઈ તો 
ફૂલોની સુવાસ  નથી જાતી.

પહેલી વાર તારું જોવું, 
પહેલી વાર તારું હસવું.
યાદ આવે તો દિલ ને થાય કે 
સમય જતા શું લાગણીઓ ઓછી થતી જાય?
મન ને તો પ્રશ્નો ઉભા કરવાની આદત છે,
બાકી આજે પણ હું એનો એ જ છું
અને આજે પણ તું એની એ જ છો.

જીવ્યા ત્યાં સુધી જ  માનવીને ચસ્કો છે
અહી બધુ "પહેલી વખત" નો.
લાગણી તો સાચી એની ગણાશે 
જે સ્મરણ માં હશે દિલના
જયારે શ્વાસ  હશે છેલી ઘડીનો.

No comments:

Post a Comment