પગભર જ્યાં હું ઉભો પણ ના થયો,
ત્યાં પરદેશ જઈને મને દેશ સમજાયો.
ડોલર ગાડીઓના કંઈ કોળીયા નથી ભરાતા,
પોક પડું છું ત્યાં મિત્રો નથી આવતા.
સેવ ડુંગળીના શાક અહી લોજે નથી મળતા
ને બર્ગર ડો-નટ્સથી કઈ પેટ નથી ભરાતા.
પગભર જ્યાં હું ઉભો પણ ના થયો,
ત્યાં પરદેશ જઈને મને દેશ સમજાયો.
વેશ બદલાયો,
રંગ બદલાયો,
પણ મન નથી માનતું
કારણ શું છે એ દિલ ક્યાં નથી જાણતું?
આજે પણ ખાલી મેચ જીતે તો છાતી
પહોળી કરીને ફરું છું,
કે પરદેશ રહું છું પણ દેશને ક્યાં
ઓછો પ્રેમ કરું છું?
મળે જો સ્નેહ દેશીનો
તો સામે આવકરો પરત કરું છું.
કરે જો પંચાત દેશની કોઈ તો,
ખોખારો તરત કરું છું.
પગભર જ્યાં હું ઉભો પણ ના થયો,
ત્યાં પરદેશ જઈને મને દેશ સમજાયો.
Very True.
ReplyDelete