પ્રેમની વાત તો ઘણા કહી ગયા,
આ તો હું મારો અનુભવ વ્યક્ત કરું છું.
દોસ્ત, વાત કૈંક આમ છે કે
દોસ્ત, વાત કૈંક આમ છે કે
દિલ દીવડો થઇને પ્રગટે અને
જીવન પ્રસંગ બનવા લાગે.
જીવન પ્રસંગ બનવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.
ત્યારે તમને બધું જ ગમવા લાગે.
જેમ ગુલાબને એની મહેકની જાણ નથી,
એમ એ મારા પ્રેમથી અજાણ છે.
મન ખોવાઈ જાય છે એમના ખયાલોમાં,
મારા શબ્દોનું એમાં જ નિર્માણ છે.
તમે એમનામાં ખોવાઈ જાવ અને
મન થપ્પો દાવ રમવા લાગે.
મન થપ્પો દાવ રમવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.
વર્ષોથી એમના નામની
વાંસળી કૈંક આવી વાગે છે.
કે કૃષ્ણ રાધાની કહાની
કૈંક એવી જ સરખી લાગે છે.
ડરપોક દિલ બોલી ને તો રહ્યું પણ
ખુલ્લેઆમ ગઝલો લખવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
વાંસળી કૈંક આવી વાગે છે.
કે કૃષ્ણ રાધાની કહાની
કૈંક એવી જ સરખી લાગે છે.
ડરપોક દિલ બોલી ને તો રહ્યું પણ
ખુલ્લેઆમ ગઝલો લખવા લાગે.
જયારે તમને કોઈ ગમે,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.
No comments:
Post a Comment