કાળઝાળ ગરમીથી પરેશાન કમ અને જીંદગીથી થાકી ગયેલો એક ગરીબ આમતેમ સમય પસાર કરી રહ્યો હતો. અચાનક જ રસ્તામાં એને પાંચનો એક સિક્કો મળે છે. પોતાના નસીબથી અચરજ પામતો એ સિક્કાને પોતાના એક માત્ર વસ્ત્ર એવા ઓવરકોટમાં કોઈ ના જુવે એમ છુપાવી દે છે. કરોડપતિ બની ગયો હોઈ એવી ચાલે એ નુક્કડને છોડીને જતો રહે છે. જયારે સૂર્યનો તડકો નુક્કડના કિનારે પડે છે ત્યારે એક ચળકાટ નજરે પડે છે. એ ચળકાટ એટલે એ જ પાંચનો એક સિક્કો!
તમને નવાઈ લગતી હશે નહિ? આ પાંચનો સિક્કો ફરી ક્યાંથી? હજુ હમણા જ તો એ કોઈનું નસીબ બની ગયો પરંતુ થયું એવું કે એ ગરીબનો ઓવરકોટ જ ફાટેલો હતો. પાંચનો એક સિક્કો નહિ પરંતુ એનું નસીબ જ એ પાંચના એક સિક્કા સાથે ત્યાં જ પડી ગયું.
કેટલી વખત આપણી સાથે આવું જ થાય ને? પળભર માટે જે ખુશીઓ હાથમાં આવી હોઈ એ આંખના પલકારા માં તો ગાયબ થઇ જાય. હતી ના હતી જાણે કે!
આ કહાનીનો મર્મ કહાનીના અંતથી નહિ પણ કહાનીની શરૂઆતથી સમજાવો જોઈએ.
આ જગતમાં આપણે બધા ગરીબ જ છીએ. ફક્ત સમયની કિંમત છે. સમયે જ તો એ પાંચનો સિક્કો ગરીબને અપાવેલો બાકી એ ક્યાં પાંચના સિક્કા માટે પણ લાયકાત ધરાવતો હતો? એ ખાલી હાથે આવેલો અને ખાલી હાથે જ ગયો. જીવનનું પણ આવું જ કૈંક છે. અહીના લેખ-જોખ તો અહી જ પતાવીને જવાના.
પાંચનો એક સિક્કો એટલે આપણી જીંદગીની બધી ખુશીઓ અને સિદ્ધિઓ. જેને આપણે આપણી ઉપલબ્ધિઓ કે નસીબ માનીએ છીએ એ ફક્ત સમયનો એક નાનાંકડો ગાળો જ છે. ચંદ સમયમાં એ સમય પૂરો થઇ જશે અને ફરી આપણે ગરીબ થઇ જશું. પાંચનો સિક્કો (ખુશીઓ અને સિદ્ધિઓ) મળ્યો તો ખરી, ભલે ચંદ સમય માટે, પણ માણશનો સ્વભાવ ક્યારેય ના બદલાય! બધાની જેમ એ ગરીબે પણ એ પાંચના સિક્કાને છુપાવી દીધો. ખુશીઓ અને સિદ્ધિઓ છુપાવવી એ કયાની માણસાઈ? છુપાવવું એ તો કાયરની ફીદરત છે.
પાંચનો સિક્કો કદી આપણો હોતો જ નથી. એ એક વહેમ છે. આ વહેમથી દુર રહીને જીવવું એ ખરી હિંમત અને એ જ ખરી નિખાલસતા! આપણે આ પાંચના સિક્કાનો અફસોસ શા માટે કરવો? દુખ શેનું? મળે તો અભિમાન પણ શાનું? સૂર્યના તડકાની (ભગવાનની) રાહ જોવી નકામી! શા માટે આપણે જ આ મર્મને ના સમજીએ? આજે નહિ તો કાલે સૂર્યનો તડકો પડશે જ અને ભેદ ખુલી જશે. પ્રભાતની રાહ જોયા વિના જાગી જવું એ જ સાચી વિદવાનતા!
પ્રભાતની રાહ જોયા વિના જાગી જવું એ જ સાચી વિદવાનતા! Vah - nice post and must read at the occasion of Dussera
ReplyDelete