Saturday, January 7, 2012

ઢીલ દઉં કે ખેંચી લઉં?

કહે છે કે આકાશની કોઈ વીશાત નથી,
તો ઉમંગોની પણ નહિ જ હોઈ.
ઉત્તરાયણ આવે એટલે ધડકનો વધે,
જાણે કે પતંગો નહિ
દિલો ઉડાન ભરે.

પવનની સંભાવના કદાચ ઓછી,
પણ પ્રયત્નોની નહિ.
રંગ બદલે ત્વચાનો,
પણ મસ્તીનો નહિ.
ઉડાનો નો શોખ તો હું પણ રાખું છું.
જો મારી પતંગને મેલાવે કોઈ.

પતંગની દોર ભલે ડગમગાયા કરે,
બાજુની છત પર સુંદરી પર નઝર ડોકાયા કરે.
કહું તો મનની વાત કેમ કરીને?
પલમાં પીગળી જાય એ દિલને,
ઢીલ દઉં કે ખેંચી લઉં?

સુર્યાસ્તના સમયે ફાનસ ચડાવીએ,
એક, બે અને સહુ ચડાવીએ.
ભલે ને ફાનસ ક્યાંક જઈને ઠરી જાય,
જ્યાં સુધી રહશે પ્રકાશ એનો,
ત્યાં સુધી તો દિલોને દીપાવી જાય.

કહે છે કે આકાશની કોઈ વીશાત નથી,
તો ઉમંગોની પણ નહિ જ હોઈ.
ઉત્તરાયણ આવે એટલે ધડકનો વધે,
જાણે કે પતંગો નહિ
દિલો ઉડાન ભરે.

1 comment:

  1. Nice article...it says when u write in the language that u learn by age 5, u can paint ur words with utmost clarity, else a push required. Happy writing...

    ReplyDelete