મોટર સાયકલ એટલે
મારી મોટર સાયકલ!
જેટલી જૂની એટલી ટહુકતી.
ભીડમાં એકલી
પણ સદા એ મરક્તી.
એક તો સવાર એનો
હું શાહી અંદાજનો.
દિલથી અનોખો ને
ચટકા મિજાજનો.
રાહે મળે એ બધા મારા ભાઈબંધો,
ચ્હાની લારીએ બને મારા પ્રપંચો.
યારી ને દિલદારી
બસ નહિ બીજા કામનો.
હું હાથી જીવું તો લાખનો
ને મૂવો સવા લાખનો.
જીગરે હું જબરો એવો,
લાગણીઓમાં ડૂબી જાવ છું.
એકવાર કહો "કેમ છો?"
તો ફના થઇ જાવ છું.
બધું મારું જ,
બધું મારું જ એ નહિ મારી નીતિમાં.
કિંમત મારી નથી કોડીની
પણ કરું રોકાણ દિલોમાં.
નથી કોઈ શત્રુ કે,
નહિ કોઈ હરીફ.
કરે કોઈ આંખ ઉંચી તો
વિનમ્રતા જ તબીબ.
મારી મોટર સાયકલ!
જીદગી જેવી જ કૈંક
ચાલે એ પાગલ.
જેટલી જૂની એટલી જ ટહુકતી.
ભીડમાં એકલી
પણ સદા એ મરક્તી.
No comments:
Post a Comment