Sunday, June 28, 2015

ભણવું તો છે!

ભણવું તો છે,
પણ આજે કઈ ઉકલતું  નથી,
સમય તો મળે છે,
પણ હરીફાઈ થાય એવો કોઈ દોસ્ત મળતો નથી.
ચાય તો હમણા બનાવી લવ
પણ એ કીટલી જેવી બનતી નથી.
પુસ્તકોતો ઘણા પડ્યા છે 
પણ એ મોર પંખ મળતા નથી.
ગીતો તો ઘણા લખ્યા પડ્યા છે
આંજે કોઈ એવી પ્રેરણા નથી મળતી
આમ ને આમ સમય નીકળી જશે,
હું પંચભૂત અને બસ મારા શબ્દો રહી જશે.


No comments:

Post a Comment