જેમ તેમ કરીને જાય છે,
સમય પણ જો ને ધીમે પસાર થાય છે.
કોઈ દિવસ ફુરસદ મળે તો
તારી અંદર ધ્યાન દેજે.
તારો ખુદા પૂછે તને કે
"કોણ પ્રેમ કરે તને બહુ?"
તો મારું પણ નામ લેજે.
કહે છે કે અહી નામથી નામ
બધાના નથી જોડાતા,
પણ કહી શકું ખાતરીથી કે
લાગણીના સંબંધો તો ખુદ ખુદાથી પણ નથી તોડાતા.
હું કેમ છું?
શું કરતો હોઇશ?
એની તું પરવા ના કરજે.
જે પલે મળે ખુશી તને,
જી ભરીને જીવી લેજે.
ખોબો ભરીને માગીશ તો
પ્રભુ તને દરિયો આપશે,
ના માંગ મારી ખુશીયોને તો ઠીક,
મારી દુવાઓની કદર જરૂર કરજે.
તુટવા માટે તો દિલ
અહી બધાના એક વખત તૂટે છે.
ખરું કહું તો પ્રેમને સમજવાની
એમની કૈંક ધીરજ ખૂટે છે.
આ વાતને તું ફીલ્શુફી ના સમજજે
પણ ના કરે કોઈ પ્રેમ તને તો
એને તું છોકરમત સમજજે.
ના મારી કે મારા અસ્તિત્વની ફિકર કર.
તું જો આસપાસ તને કેટલા ચાહે,
છે એક વિનંતી કે એ બધાને તું
પ્રેમ કરે તો મારી જેમ જ કરજે.
સમય પણ જો ને ધીમે પસાર થાય છે.
કોઈ દિવસ ફુરસદ મળે તો
તારી અંદર ધ્યાન દેજે.
તારો ખુદા પૂછે તને કે
"કોણ પ્રેમ કરે તને બહુ?"
તો મારું પણ નામ લેજે.
કહે છે કે અહી નામથી નામ
બધાના નથી જોડાતા,
પણ કહી શકું ખાતરીથી કે
લાગણીના સંબંધો તો ખુદ ખુદાથી પણ નથી તોડાતા.
હું કેમ છું?
શું કરતો હોઇશ?
એની તું પરવા ના કરજે.
જે પલે મળે ખુશી તને,
જી ભરીને જીવી લેજે.
ખોબો ભરીને માગીશ તો
પ્રભુ તને દરિયો આપશે,
ના માંગ મારી ખુશીયોને તો ઠીક,
મારી દુવાઓની કદર જરૂર કરજે.
તુટવા માટે તો દિલ
અહી બધાના એક વખત તૂટે છે.
ખરું કહું તો પ્રેમને સમજવાની
એમની કૈંક ધીરજ ખૂટે છે.
આ વાતને તું ફીલ્શુફી ના સમજજે
પણ ના કરે કોઈ પ્રેમ તને તો
એને તું છોકરમત સમજજે.
ના મારી કે મારા અસ્તિત્વની ફિકર કર.
તું જો આસપાસ તને કેટલા ચાહે,
છે એક વિનંતી કે એ બધાને તું
પ્રેમ કરે તો મારી જેમ જ કરજે.
No comments:
Post a Comment