Friday, February 24, 2012

એક પારેવડાની પ્રેમકથા!

ઉડે એકલું,
ભટકતું,
ટહેકતું,
મન પારેવડું,
ફરી તારી જ છત  પર જઈને બેઠું.

ખાવાને દાણા તો ઘણા મળે છે,
પણ ભૂખ કોને લાગી છે?
નયનો ને એની જ્યાં
તારા આભાસના સંકેત જોઈએ છે.

ગુલાબી ડ્રેસ્સમાં,
ગુલાબી તારી આંખો,
નહોતી ખબર એને
કે દિલને પણ હોઈ પાંખો.
કોમળ હાથોએ ફેકેલો તારો દાણો
આહ્હા! કેવો મીઠો લાગે છે એને!
જમીન પર ઉડતું ના હોય?
જાણે કે, પીધો હોઈ એવું લાગે છે!

ખબર છે એના દિલને કે
તને કોઇ બીજું ગમે છે.
ભૂખ્યું રહી જશે
પણ બીજી છત પર નહિ જાય.
છો ને બીજા કહે એને પાગલ,
પ્રીત કરી છે પારેવડાએ તો
પાછીપાની નહિ થાય.

પ્રેમ ના મળે મરજીનો
તો ઘણા ખુદાને વખોડે છે.
કોઇ શ્વાસને તો કોઇ ઘરોને છોડે છે.
પ્રેમ ના મળી શકે
તો નફરત શા માટે?
પારેવડાને પૂછો કોઇ!
એ પ્રેમ કેવો ચુપચાપ કરી જાણે છે?

ઉડે એકલું,
ભટકતું,
ટહેકતું,
મન પારેવડું,
ફરી તારી જ છત  પર જઈને બેઠું.

No comments:

Post a Comment