Saturday, February 18, 2012

એક તમારું ને મારું યે દિલ હોઈ આવું, તો કેવું સારું?

ક્યારેક દિલો બની જાય છે વ્યથા
તો ક્યારેક સખા.
કહું તોયે શું હું આ દિલોને?
બહાદુર કે પછી ચોક્ખા?

દુખોને અંદર દબાવે છે,
જાણે કે માં એના પુત્રને પંપાળે છે.
સુખોને એ મદમસ્ત થયને ફેલાવે છે,
જાણે કે મેઘધનુષના રંગ બનાવે છે.
કેવી આ બહાદુરતા કે
દુખોને એ વહેંચતા નથી?
જુઓ તો ખરી!
સુખોને આ દિલો કદી છુપાવતા નથી.

એક તમારું ને મારું યે દિલ હોઈ આવું,
તો કેવું સારું?


No comments:

Post a Comment