Monday, June 25, 2012

પડઘા

તપતી રેતી પર ઉઘાડા પગે ચાલુ છું,
છું અહી જ પણ ક્યાંક ખોવાઈ જતો લાગુ છું.
દરિયો પણ મારા મનની જેમ અશાંત બન્યો છે,
જાણે અજાણે બે ઘડીનો દોસ્ત બન્યો છે.
સમયના આ થોડા પલ જ્યાં એકલા લાગતાં'તા,
મારા પગલાઓ ત્યાં છાપ ચાર છોડતા'તા.

ઉંચી ટેકરીએ સુરજને નિહાળું છું.
આંખોમાં આંખો નાખી એની ગરમીને પડકારું છું.
કેટલું ટક્યો એ ખ્યાલ નથી,
પણ આંખે અંધારા પડતા'તા.
જ્યાં ડગ્યો હું ક્ષણભાર માટે,
જોયું તો માનસ હું એક
પણ પડછાયા બે પડતા'તા.

આ ગડમથલથી થાકી જવાઈ છે.
મને મુક્ત થવું છે.
જ્યાં મેં મારા અસ્તિત્વના ઘડનારાને બુમ પાળી,
"તું તે વળી કોણ છે?"
ત્યાં બોલ્યો ફક્ત હું ને પાછળ પડઘા બે પડતા'તા.

2 comments:

  1. good one Gomsi...I am amazed to see you hidden talent..I feel proud to be know as Vicco Master :)Naveen Bohra

    ReplyDelete
  2. મને શું થઇ જાય છે??

    નજર થી નજર મળતા આંખો જુકી જાય છે

    દિલ થી દિલ મળતા એક થઇ જાય છે

    વાતો વાતો માં સમય પસાર થઇ જાય છે

    સ્મિત તમારું મળે છે ને જીંદગી બદલાઈ જાય છે

    જાણે આજુ બાજુ નું બધું ભુલી જવાય છે

    હવે તો મંઝીલ ને પણ રસ્તાઓ મળવા લાગ્યા છે

    તમે મળો ત્યારે એ પળ ને રોકવાનું મન થઇ જાય છે

    અને એ પળ માં પુરી જીંદગી વિતાવવાનું મન થાય છે

    આગમન તમારું થાય અને થાય હરખ અમારા દિલ ને

    જાણે અમારી જિંદગી ની તસ્વીર બદલાઈ ગઈ છે

    હવે તો તારી ગઝલ ને મારી કવિતા સાથે રોજ પ્રેમ થાય છે

    અને મારી એક એક કવિતા માં તુજ છલકાય છે

    ReplyDelete